KALOL(Panchamahal)PANCHMAHAL

પીલવાની મુવાડી પ્રા.શાળા ખાતે કાલોલ MGVCL ના ઈજનેર ની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની દેલોલ પગાર કેન્દ્રની પીલવાની મુવાડી (ખડકી) પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ તરીકે કાલોલ એમજીવીસીએલ ના ઈજનેર એ.જે.ત્રિવેદી તેમજ સાથે લાયઝન તરીકે રીતેશભાઈ પટેલ સી.આર.સી.કો.ઓ.દેલોલ ઉપસ્થિતિ રહયા હતા.સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકી બાળકો દ્વારા પ્રાર્થના બાદ પ્રવેશોત્સવ કાર્યક્રમ મા આંગણવાડીમા 3 બાળકો અને બાલ વાટિકામાં ૧૫ બાળકોને પ્રવેશ અપાયો.ત્યારબાદ શાળાના કેટલાક બાળકોએ અલગ અલગ વિષયો પર પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા.ત્યારબાદ ગત વર્ષ દરમિયાન પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ બાળકો તેમજ બાહ્ય પરીક્ષાઓમા પ્રથમ નંબરે આવેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.તેમજ શાળાના બાળકો માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ દાન આપેલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ રીતેશભાઈ પટેલ દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણના મહત્વ વિશે વાતો કરી માર્ગદર્શીત કર્યા હતા.તથા મુખ્ય મહેમાન એ.જે.ત્રિવેદી એ પણ પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદબોધન કર્યું હતું.સરકારની યોજનાઓ તેમજ શિક્ષણ માટે વાલીઓ જાગૃત બનવા પર સરળ ભાષામાં રજુઆત કરી હતી.ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ સહિત માતાઓ-બહેનો યુવાનો હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા અનુપમાબેન પ્રજાપતિ અને પારુલબેન પટેલના સુચારુ આયોજનથી થયું હતું.કાર્યક્રમના અંતે વાલીઓ સાથે ચર્ચા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આભારવિધિ શાળાના આ.શિ.અરવિંદભાઈ સેલોતે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!