અમદાવાદ પ્લેન ક્રેશ માં દાંતા નો યુવાન ભાવેશ મોદીએ જીવ ગુમાવ્યો…
14 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાતના અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચ મચાવી દીધો છે ને આ ઘટનામાં 200 થી 250 જેટલા મુસાફરોના દુઃખદ અવસાન થયા છે તેને લઈ સમગ્ર ગુજરાત જ શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના દાંતા માં રહેતા ભાવેશભાઈ નવીનભાઈ મોદી જે લંડન પોતાના વ્યવસાયને લઈ અવરજવર કરતા હતા જે છેલ્લા છ માસથી ભારત આવેલા હતા ને દાંતા ખાતે પોતાના રહેઠાણની રીનોવેશન માટેની કામગીરી કરાવવાના હતા ત્યારે ગઈકાલે પરત લંડન જવા રવાના થયા હતા ને બનેલી પ્લેન ક્રેશ ની ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું તેમના પરિવારજનોમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવી દુઃખની લાગણી જોવા મળી રહી છે એટલુ જ નહીં દાંતા ના આઝાદ ચોકમાં ભાવેશ મોદીના પાડોશીઓ પણ ભારે શોકમગ્ન બન્યા છે ને એક સારો પાડોશી ગુમાવ્યા હોય હોવાનું લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે આજે અમારી ટીમ એ આ મૃતક ભાવેશભાઈ મોદીના રહેઠાણ દાંતા ખાતેની મુલાકાત કરી હતી જ્યાં તેમના આડોસ પાડોશમાં પણ દુઃખની લાગણી થતા કેટલાક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખેલા જોવા મળ્યા હતા તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ