DAHODGUJARAT

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીભડિયા ફળિયામાં વાંકડી નદીના પાણી ઘરોમા ઘૂસ્યા

તા.૧૫.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીભડિયા ફળિયામાં વાંકડી નદીના પાણી ઘરોમા ઘૂસ્યા

ગત મોડી સાંજે ભારે વરસાદથી 30થી વધુ મકાનોમાં પાણી ફરી વળ્યું સાત ફૂટ સુધી પાણી ભરાતાં અનાજ અને ઘરવખરીનો સામાન નાશ પામ્યો રહીશોને આખી રાત ડુંગર પર ભૂખ્યા-તરસ્યા રહેવાનો વારો આવ્યો નેશનલ હાઈવે ઓથોરિટીના બાંધકામથી નદીનું પાણી રોકાતાં તારાજી સર્જાઈ લીમખેડા તાલુકા વહીવટી તંત્રે અને હાઈવે ઓથોરિટી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો કલાકો વીત્યા બાદ પણ વહીવટી તંત્રની પ્રાથમિક તપાસ ન થતાં રહીશોમાં આક્રોશ ચીભડિયા ફળિયાના લોકોની સ્થિતિ દયનીય, મદદની રાહ જોવાઈ રહી છે તંત્ર દ્વારા પીવાના પાણી અને ભોજનની પણ વ્યવસ્થા નહિ કરતા લોકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Back to top button
error: Content is protected !!