
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા ઊંડી ખાતે અભ્યાસ કરતા બાળકોને ઊંડીના રહેવાસી માજી આર.એફ.ઓ દલુભાઈ દલપતભાઈ વસાવા તથા માજી તાલુકા પંચાયત સભ્ય ઉર્મિલાબેન દલુભાઈ વસાવા તરફથી બાળકોને ધોરણ મુજબ બાળકોને નોટબુક, પેન્સિલ, સંચો, રબર, સ્લેટ પેન, કંપાસ, મીણીયા કલર કીટ, બોલપેન, દેશી હિસાબ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના બાળકોને દાતા દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.



