MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલાથી મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ‘ડ્રાય ડે’ જાહેર

 

MORBI:મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલાથી મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ‘ડ્રાય ડે’ જાહેર

 

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ માં મતદારો નિર્ભય પણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવાર કે રાજ્યકીય પક્ષો તરફથી મતદારોને દારૂ તેમજ નશાયુક્ત પદાર્થો આપવામાં આવે નહીં અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે રાજ્ય ચૂંટણી આયોગની સુચના અન્વયે મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કેફી પદાર્થોનું વેચાણ કરતી (લિકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ જેવા પરવાનેદારો દ્વારા દારૂનું વેચાણ કરવા કે પીરસવાની સામે મતદાન પૂરું થવા માટેના નિયત સમય સાથે પૂરા ૪૮ કલાકના સમયગાળા પહેલા અને મત ગણતરીના દિવસ એટલે કે ૨૫/૦૬/૨૦૨૫ ના દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી, IAS દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ વિસ્તારમાં આવેલ ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરેન્ટ અને હોટલ કે જેઓને દારૂ રાખવાનું અને પૂરો પાડવાનું લાઇસન્સ આપવામાં આવેલ હોય, વ્યક્તિગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યક્તિઓને તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ મતદાન પૂરું થવા માટેના નિયત થયેલ સમયથી ૪૮ કલાક પહેલાના સમયગાળા એટલે કે ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે ૨૫/૦૬/૨૦૨૫ ના દિવસે દારૂનું વેચાણ કરવા, પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ સમયગાળાને ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!