ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન

તા.20/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ તાલુકા વહીવટી તંત્ર ચોટીલાના સંયુક્ત ઉપક્રમે વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થાન ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં વૈશ્વિક સુખાકારી અને આરોગ્ય અંગે જાગૃતતા સંદર્ભે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા “Yoga for One Earth One Health” અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જિલ્લાના તમામ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી માટે યોગના મહત્વને સમજીને પોતાના નજીકના સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




