MORBI:મોરબીના શનાળા રોડ પર સ્પામાંથી બીયર ટીન સાથે ત્રણ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના શનાળા રોડ પર સ્પામાંથી બીયર ટીન સાથે ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા ૨૪ નંગ ગંજીપતા તથા ૧૦૦ કોન્ડોમ મળી કુલ કિં રૂ.૧૧૪૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સ્પામાં ચેકીંગ હાથ ધરતા મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી બીયર ટીન નંગ-૦૩ કિં રૂ.૬૬૦ તથા ગંજીપતા ના પેકેટ નંગ -૨૪ કિં રૂ.૪૮૦ તથા કોન્ડોમ નંગ -૧૦૦ મળી કુલ કિં રૂ. ૧૧૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ મહેશભાઇ પઠાણ (ઉ.વ.૨૦) રહે.મોટાભેલા તા.માળીયા(મી), જયંતભાઇ ગણેશભાઇ પારોરીયા (ઉ.વ.૪૨) રહે. મોરબી શનાળા રોડ સ્કાયમોલ સામે વૈભવનગર તથા અનિનગ પૈહાનુનગ (ઉ.વ.૨૭) રહે.મુળે.એચ./નં.૧૫૯ વોર્ડ-૫ જાલુકીયા કેડામે કોલોની પેરેન રાજય નાગાલેન્ડવાળાને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









