
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
બોલો…. મંત્રીના પુત્ર એ પણ સરપંચ માં ઝંપલાવ્યું, મોડાસાના ચારણવાડા ખાતે મતદારો ની લાઈનો લાગી
અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જેના કારણે વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારો ની અંદર મતદાન માટેની લાઈનો લાગી હતી. મોડાસાના ચારણવાડ ગામે પણ મતદારોની લાઈનો જોવા મળી હતી રાજ્ય સરકારના મંત્રી ભીખુસીંહ પરમાર એ પોતાના વતન ચારણવાડ ખાતે મતદાન કર્યું હતું અને મતદાન કરી પોતાની લોકશાહીની ફરજ નિભાવી હતી.સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન માટે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
બીજી તરફ ઉલ્લેખનીય છે કે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના પુત્ર એ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. કિરણસિંહ પરમાર જેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે કિરણસિંહએ પણ ઉમેદવારી નોંધાવી હતી આ ઉપરાંત અગાઉ પાંચ વર્ષ પહેલા કિરણસિંહ પરમારના ધર્મપત્ની પણ સરપંચ રહી ચૂક્યા છે . ત્યારે ફરી એકવાર સરપંચની ચૂંટણી લડી રહેલા મંત્રીના પુત્ર પર સૌ કોઈની નજર છે




