ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી એક આરોપીની ગેરકાયદેસર બંદુક સાથે પકડી પાડતી સાબરકાઠા એસ.ઓ.જી.

અહેવાલ:- પ્રતિક ભોઈ
ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી એક આરોપીની ગેરકાયદેસર બંદુક સાથે પકડી પાડતી સાબરકાઠા એસ.ઓ.જી.
આગામી રથયાત્રા નિર્મિતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ એસ.ઓ.જી.,પો.ઇન્સ.,ડી.સી.સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પેટ્રોલીંગ ફરતો ફરતો ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારના મુડેટી પાટીયા ખાતે આવતાં સાથેના અ.હે.કોન્સ. રમણભાઇ સુકાજી બ.નં- ૯૦૯ નાઓને તેમના ખાનગી બાતમીદારથી મેળલ ખાનગી બાતમી અન્વયે આરોપી અર્જુનભાઇ બદાભાઇ નિનામાં ઉ.વ.-૨૮ રહે આંબલી પાડા, ઢીંચણીયા તા. ઇડર જી. સાબરકાંઠાવાળાના કબજા ભોગવાટના રહેણાંક મકાનમાંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક કિ.રૂ.-૫,૦૦૦/- મળી આવતાં સદરી આરોપીને પકડી કાર્યદેસરની કાર્યવાહી કરી ઇડર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઃ-શ્રી.કે.યુચૌધરી,પો.સ.ઇ.,એસ.ઓ.જી. તથા અ.હે.કોન્સ. રમણભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર તથા આ.પો.કોન્સ. જયરાજસિંહ તથા આ. પો.કોન્સ. નિકુંજકુમાર તથા આ.પો.કોન્સ. રોહિતકુમાર તથા ડ્રા.હે.કોન્સ.સુરતાનસિંહ



