GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના શક્તિપુરા પાસે નર્મદા કેનાલ માંથી લીલેશરા ગામના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

 

તારીખ ૧૨/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

લીલેશરા ગામના પંચાયત પાસે રહેતા સુભાષભાઈ દશરથભાઈ બારીયા ઉંમર વર્ષ ૨૭ કે જેઓ તારીખ ૦૮/૦૪ ના ૮ કલાકથી તારીખ ૧૧/૦૪ ના ૧૩ કલાક દરમ્યાન કોઈ પણ સમયે શક્તિપુરા નર્મદા કેનાલના સી.આર ગેટ પાસે કોઈ અગમ્ય કારણોસર પડી જઈ પાણીમાં ડૂબી જતા મરણ પામેલ હાલતમાં મળી આવેલ કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતકની લાશ પીએમ માટે મોકલી આપી મૃતકના પિતા દશરથભાઈ શનાભાઇ બારીયા દ્વારા આ અંગેની નોંધ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ નોંધ કરી એએસઆઈ સવજીભાઈ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!