દિલ્હી મુંબઈ ભરતમાલા ની ડેરોલ ગામ સાઈટ પર ચોરી કરવા આવેલ ઈસમે સિક્યુરિટી ઓફિસરને સળિયાના ફટકા મારતા મોત
તારીખ ૨૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ ગામે દીલ્હી મુંબઈ ભરતમાલા નેશનલ હાઈવે એ/૧ સાઈટ પેકેજ ૩૦ પાસે પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં સિક્યુરિટી સિક્યુટી ઓફિસર તરીકે ફરજ બજાવતા રોશન સિંઘ ફકીરસિંગ સિંગ હાલ રે. પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ખંડોલી કેમ્પઉ.વ.૬૩ મુળ રે. હોશિયારપુર પંજાબ નાઓ ફરજ બજાવતા હતા સોમવારે સિકયુરિટી એક્ઝિક્યુટીવ ગ્રેસિલ નરેન્દ્રભાઈ શાહ સાથે તેઓ કંપનીમાં હાજર હતા ત્યારે સવારે 10:00 કલાકે સિક્યુરિટી વાહન ડ્રાઇવર રાહુલભાઈ નો રોશન સિંઘ ઉપર ફોન આવેલ કે ડેરોલ એવન સાઈડ ઉપર કોઈ માણસ કંપનીના વેસ્ટેજ માલમાંથી લોખંડના સળિયા ચોરી કરવાના ઇરાદે આંટાફેરા મારે છે જેથી સિક્યુરિટીવ સાથે રોશન સિંઘ અને ડ્રાઇવર સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં એક માણસ લોખંડના સળિયા ચોરી કરવાના ઇરાદે આવેલ જેથી રોશન સિંઘે આ કંપનીનો વેસ્ટેજ માલ છે તું કોણ છે? તું અહીંથી જતો રહે તેમ કહેતા હું પૂનમભાઈ રતિલાલ નાયક છુ અને ભંગાર વીણવા આવ્યો છું તેમ જણાવેલ જીભાજોડી કરવા લાગ્યો હતો અને ગાળા ગાળી કરવા લાગ્યો જેથી રોશન સિંઘે ગાળો બોલવાની ના પાડતા ઉસકેરાઈ જઈને હાથમાંનો લોખંડનો સળીયાનો ટુકડો રોશનના સિંગના માથામાં મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ પણ માથામાં બે ત્રણ ફટકા મારી દેતા તેઓને માથામાંથી અને કાનમાંથી લોહી નીકળ્યું હતું અને તેઓ ઢળી પડ્યા હતા જે બાદ તેઓને કાલોલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોમવારે બપોરના એક કલાકે સારવાર દરમિયાન તેઓનું મરણ થયું હતું સમગ્ર બાબતે સિક્યુરિટી એક્ઝિક્યુટિવ ગ્રેસીલ નરેન્દ્રભાઈ શાહ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પૂનમભાઈ રતિલાલ નાયક રહેવાસી ડેરોલ ગામ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી કાલોલ ના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ દ્વારા શરૂ કરવામાં આવી છે.