AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે, તા.૨૫મી જૂન ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ૧૯૭૫ની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય ન હતો, પરંતુ તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો. તે સમયે દેશની આત્મા પર ઘા કરવામા આવ્યો હતો. ભારતનુ સંવિધાન, જે કરોડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતીક છે, તેને ક્ષણભર માટે બંધક બનાવી દેવામા આવ્યુ હતુ. કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાંલ આવી હતી. અખબારોમા શું છાપવુ અને શું ન છાપવુ, તે સરકાર નક્કી કરતી હતી. વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમા મોકલી દેવામા આવ્યા હતા. લોકશાહીનો અવાજ દબાવી દેવામા આવ્યો હતો. નાગરિકોના મૂળભૂત અધિકારો, જે આપણા સંવિધાનનુ હૃદય છે, તેને સ્થગિત કરી દેવામા આવ્યા હતા.
વધુમા લોકશાહીના ચાર સ્તંભો  કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને મીડિયા – સૌને બંધક બનાવવામા આવ્યા હતા. ન્યાયપાલિકા પર દબાણ લાવવામા આવ્યુ હતુ. દેશના અનેક નાગરિકોએ, ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ, પોતાના અધિકારો અને લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે અસહ્ય યાતનાઓ ભોગવી, જેલવાસ ભોગવ્યો, પરંતુ તેઓ ડગ્યા નહીં. તેમણે લોકશાહીના નવસર્જન માટે પોતાનુ સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું હતુ. તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ. કાર્યક્રમમા સ્થાનિક લીગલ એક્ક્ષપર્ટ તરીકે પધારેલ શ્રી ચિરાગભાઇ દિલીપભાઇ પ્રજાપતિએ પણ ‘સંવિધાન હત્યા દિવસ’ અંગેનો ખ્યાલ આપી, ૧૯૭૫ મા લાગુ થયેલ કટોકટી શું હતી તે વિશે વિગતે વાત કરી હતી. ભારત જેવા લોકશાહી દેશમા લાગુ થયેલ કટોકટી નિંદનીય હતી, તેમ તેમણે જણાવ્યુ હતુ. ઈતિહાસની તવારીખમા વર્ષ ૧૯૭૫મા તત્કાલિન વડાપ્રધાનશ્રી દ્વારા ૨૫મી જૂને દેશમા કટોકટી લાદવામા આવી હતી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ (MISA) અંતર્ગત કોઈ પણ પ્રકારની ટ્રાયલ વગર કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી તેને જેલભેગા કરી દેવામા આવતા હતા. જે લોકશાહીની હત્યા હતી. માટે આ ઐતિહાસિક દિવસનુ મહત્વ શું છે તે જાણવુ જરુરી છે. તેમ તેઓએ વધુમા ઉમેર્યું હતુ. કાર્યક્રમ દરમિયાન સૌએ રાજ્ય કક્ષાએથી પ્રસારીત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો કાર્યક્રમ નિહાળ્યો હતો. સાથે જ કટોકટી અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આ કાર્યક્રમમા આહવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી હરિરામ સાંવત સહિત જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિ.કે.જોષી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રીવેદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિરલ ચૌધરી, રમત ગમત અધિકારી શ્રી અલ્કેશ ચૌધરી સહિત સંકલનના અધિકારીશ્રીઓ, કર્મચારી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!