
ઝઘડિયા જીઆઇડીસીની ગેલેક્સી સર્ફેક્ટન્સ અને પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા
સામાજિક ઉત્થાન હેઠળ સ્પોર્ટ સેન્ટર, જ્ઞાન સંજીવની હેઠળ લાઇબ્રેરી અને કોમ્પ્યુટર, વાતાવરણ સુરક્ષા હેઠળ સોલર પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ ગેલેક્સી સર્ફેક્ટન્સ તથા તલોદરા ગામના પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા તલોદરા ગામે સોહાદૅપૂર્ણ રીતે ત્રણ સીએસઆર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગેલેક્સી સ્પોટ સેન્ટરમાં બે ટેબલ ટેનિસ, બે કેરમ અને બે ચેસ તેમજ હોલનું નવીકરણ સામાજિક ઉત્થાન પ્રોજેક્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવ્યો, બીજા પ્રોજેક્ટમાં ગેલેક્સી રિસોર્સ સેન્ટરમાં પુસ્તકો સાથે માળખાગત વિકાસ અને ત્રણ કોમ્પ્યુટર સેટ જ્ઞાન સંજીવની પ્રોજેક્ટ હેઠળ મૂકવામાં આવ્યા હતા, ત્રીજા પ્રોજેક્ટમાં ગેલેક્સી રિસોર્સ સેન્ટરમાં પાંચ કેડબલ્યુપી સોલાર પ્રોજેક્ટ વાતાવરણ સુરક્ષા પ્રોજેક્ટ હેઠળ મૂકવામાં આવ્યા, ગેલેક્સી રિસર્ચ સેન્ટરમાં આ ત્રણ પ્રોજેક્ટ નું ઉદઘાટન ઝઘડિયાના નાયબ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયા ના એએસપી, ગેલેક્સી કંપનીના પ્રતિનિધિ, તલોદરા ગામના સરપંચ અને પર્યાવરણ ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનો હેતુ નજીકના ગ્રામજનોના શારીરિક અને માનસિક વિકાસને વધારવાનો અને સમાજના વિકાસમાં સહયોગ કરવાનો છે ઉપસ્થિત સૌ મહેમાનોએ ગેલેક્સી સર્ફેકટન્ટસ અને પર્યાવરણ ફાઉન્ડેશનના આ પ્રોજેક્ટ ને બિરદાવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી



