ARAVALLIGUJARATMEGHRAJ

તરકવાડા પ્રા શાળામાં બાળવાટિકામાં 20 બાળકોને પ્રવેશ આપી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

તરકવાડા પ્રા શાળામાં બાળવાટિકામાં 20 બાળકોને પ્રવેશ આપી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસીય બાળકોના પ્રવેશોત્સવ નુ આયોજન કરવામ આવ્યું હતું જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષ એ પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાઈ ગયો મેઘરજ તાલુકાની તરકવાડા પ્રાથિમક શાળામાં પણ બાળવાટિકા માં તેમજ આંગણવાડી અને પહેલા ધોરણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રવેશોત્સવ અશોકકુમાર લીમાણી પ્રોજેક્ટ મેનેજર બાંધકામ અરવલ્લી ના અધ્યક્ષ સ્થાને યોજાયો સાથે લાઈઝર ધવલભાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતા શાળાના આચાર્ય ધ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ફૂલગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલબેગ અને ચોકલેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.ગામ જગદીશભાઈ ધ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના લોકો તેમજ વાલીગણ સહિત SMC કમિટી ના હોદ્દેદારો તેમજ શાળાના બાળકો સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!