BANASKANTHAGUJARATPALANPUR

આજરોજ ભુતેડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું

29 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ ભુતેડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી શામળભાઈ ધરીયા, ચેરમેન શ્રી એપીએમસી પાલનપુર, શ્રી મનીષભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, લાયઝનશ્રી ખેમચંદભાઈ પરમાર, ભાજપ અગ્રણી અમિશપુરી ગોસ્વામી તથા ભાવનાબેન રાવળ, એસએમસી ના સભ્યશ્રીઓ, ગામના આગેવાનો વાલીઓ,શિક્ષકો તથા બાળકો સૌ ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય બેન શ્રી મંજુલાબેન દ્વારા સૌનું શબ્દીક સ્વાગત કરવામાં આવ્યું તથા ઉપસ્થિત મહાનુભવોનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું, આંગણવાડી,બાલવાટિક, ધોરણ 1 તથા ધોરણ 9 ના બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો તથા તેમને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તથા પ્રોત્સાહન કરવામાં આવ્યું. ધ્રુવી નરેશભાઈ વડનાથાણીના વાલી શ્રી ભાવનાબેન નરેશભાઈ દ્વારા બાલવાટિકા ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. તેમનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. આ કાર્યક્રમમાં સરકારશ્રીની શિક્ષણ માટેની યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી તથા એસએમસી સાથે મીટીંગ યોજવામાં આવી હતી શાળા પરિસરની મુલાકાત તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.ઉપસ્થિત મહાનુભવો દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી પરેશભાઈ પુરોહિત તથા વિદ્યાર્થીની ઉન્નતિ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષકશ્રી ગીરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકશ્રીઓ, વાલીશ્રીઓ તથા ગામલોકોને ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે

Back to top button
error: Content is protected !!