
તા૩૦.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગનો શુભારંભ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ શુભારંભ સંસ્થાના ચેરમેન ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષ સ્થને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યો મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક સારવાર અંગેની માહિતી ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવી . આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ડૉ જીતેન્દ્રભાઈ પંચાલ ડૉ કરિશ્મા લોખંડે ડો વૈશાલી જૈન સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના સહ મંત્રી સાબિર શેખ દ્વારા કરવામાં આવી આ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ માં ખૂબ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ અને બહેના હાજર રહ્યા હતા




