ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : દીપડાનો આતંક યથાવત, મેઘરજ તાલુકાના નવા પાણીબાર ગામે પશુ પર ફરી હુમલો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ :

મેઘરજ : દીપડાનો આતંક યથાવત, મેઘરજ તાલુકાના નવા પાણીબાર ગામે પશુ પર ફરી હુમલો

મેઘરજ તાલુકાના નવા પાણીબાર ગામે દીપડાએ પશુ પર હુમલો કરી એક બકરીનું મારણ કર્યું છે તથા ખેડૂતના જણાવ્યા મુજબ એક બકરો ઘાયલ થયો છે. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી, જ્યારે એક ખેડૂતે તેમના ઢોર પર હુમલાની માહિતી આપી હતી

અરવલ્લી જિલ્લાના આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં દીપડાની આ બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડાની દેખાદેખી અને પશુઓનું મારણ સતત વધી રહ્યું છે અને લોકો રાત્રે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી માત્ર પંચનામું કરવામાં આવે છે, પરંતુ પાંજરું મૂકવામાં આવતું નથી જેને.સ્થાનિકો વનવિભાગ પાસે પાંજરું મુકવાની અને દીપડાને પકડવાની તાકીદે માંગ કરી રહ્યા છે.ખેડૂતનો આક્ષેપ: “અમે રાત્રે બારણે હતા ત્યારે દીપડાએ બકરી અને બકરાં પર હુમલો કર્યો. એક બકરીનું તરત જ મારણ થયું અને બકરો પણ ઘાયલ છે. હવે તો બીજી બાજુ રાત્રિ દરમ્યાન 2 વખત દીપડાએ દેખા દિધી હતી ગ્રામજનોની માંગ: “ફક્ત પંચનામા પૂરતા નહીં, વનવિભાગે પાંજરું મુકીને પગલાં લેવી જોઈએ, નહીં તો આ આતંક વધતો જ રહેશે.” તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!