
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી : હિંમપુર પાસે આવેલ નાનો રેલવેબ્રિજ ઉપરની બાજુએથી બેસી જતા ખતરાના ઘેરામાં – તંત્ર અજાણ
અરવલ્લી: જિલ્લામાં રેલવે માળખા અંગે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. શામળાજીના હિંમતપુર થી ઘોડકુલ્લા ગામને જોડતા માર્ગ પર આવેલા નાના રેલવે ક્રોસિંગ બ્રિજ પર તિરાડપડી જવા અને ઉપરની બાજુથી એક બાજુ નો ઉપરનો ભાગ બેસી જવાનો વિડિઓ સામે આવ્યો છે
જાગૃત નાગરિક દ્વારા કેદ કરાયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બ્રિજના ઉપરના સપાટ ભાગમાં તિરાડો પડી છે અને સ્થાને વરસાદી પાણી પણ ભરાઈ ગયું છે, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. આશ્ચર્યની વાત એ છે કે બ્રિજના આવા ઘાતક સ્થિતિ હોવા છતાં જિલ્લા તંત્ર તથા રેલવે વિભાગને આ બાબતે કોઈ જાણ નથી – આ વધુ ચિંતા જનક બાબત છે.
પ્રકૃતિના વિગ્રહ રૂપે વરસી રહેલા વરસાદથી જમીન ભેજ વારી બની હોવાથી, બ્રિજ વધુ બેસી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જો આ બાબતનો તાત્કાલિક ભોગવટો નહીં કરવામાં આવે, તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.હવે સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તરફથી તાત્કાલિક સ્ટ્રક્ચરલ તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.





