GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લાના “અકિલા” ના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રવિણભાઇ વ્યાસ ” દાદા ” નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લાના “અકિલા” ના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રવિણભાઇ વ્યાસ ” દાદા ” નો આજે જન્મદિવસ.ઠેર ઠેર થી અભિનંદન, શુભેચ્છા વર્ષા.

 

 

જીવન સફરના 66 વર્ષ પુરા કરી મોરબીના સિનિયર પત્રકાર અને ” દાદા ” ના હુલામણા નામથી જાણીતા પ્રવિણભાઇ વ્યાસ આજે 67 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

આજથી 32 વર્ષ પહેલા પત્રકારત્વ જગતમાં પ્રવેશ કરી મોરબી પંથકના લોકપ્રશ્નો, સમસ્યાઓને નીડરતાથી ઉજાગર કરવાની નૂતન સૌરાષ્ટ્ર પેપરથી શરૂઆત કરી અને પછી તો તબક્કાવાર રાજકોટથી પ્રસિદ્ધ થતા લગભગ તમામ દૈનિક પેપરોમાં સેવાઓ આપી.અને છેલ્લા ત્રણ દાયકાથી “અકિલા” પરિવાર સાથે જોડાયેલા છે.

સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મંડળ, વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી પ્રેસ એસોસીએશન માં વર્ષો સુધી સેવાઓ આપી ચુક્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

અનેક ચડાવ ઉતારની વચ્ચે પણ નીડરતા, પ્રમાણિકતાથી પત્રકાર તરીકે પોતાનો ધર્મ નિભાવનાર ” દાદા ” આજે પણ મોરબી પત્રકાર પરિવારમાં એક આદરભર્યું સ્થાન ધરાવે છે. અને પત્રકારત્વની પીચ પર અણનમ રહી પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિભાવી રહ્યા છે. રાજકીય વિશ્લેશક તરીકે પણ ટીવી ડિબેટોમાં બેબાક સત્યનો પક્ષ રાખે છે.
રાજકીય, સામાજીક, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, સગા, સબંધી, મિત્રો, પત્રકારમિત્રો સહિતનાઓ તરફથી આજે તેમના મો.નં. 9825487412 પર અભિનંદન, શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

Back to top button
error: Content is protected !!