GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ, કાલોલ ખાતે આજ રોજ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના G.S./S.S./L.R. દ્વારા શાળાના આચાર્ય નારણભાઈ પટેલનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ગ મોનિટર અને પ્રતિનિધિઓ દ્વારા શિક્ષકોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓનું પણ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુપૂર્ણિમા દિવસ નિમિત્તે વક્તવ્ય અને ભજન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય એન.પી.પટેલ દ્વારા ગુરુપૂર્ણિમા દિવસનું મહત્વ સમજાવી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.






