MORBI મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવ ગુન્હામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

MORBI મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવ ગુન્હામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમ મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુન્હા આચરી અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે શીવમંદીર સામે મોરબી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.









