MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ તેમજ જનતા દ્વારા યોજવામાં આવેલ મોરબી મહાનગરપાલિકા કચેરી ના ઘેરાવના કાર્યક્રમ પહેલા જ કચેરીને લાગ્યા તાળા




MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ તેમજ જનતા દ્વારા યોજવામાં આવેલ મોરબી મહાનગરપાલિકા કચેરી ના ઘેરાવના કાર્યક્રમ પહેલા જ કચેરીને લાગ્યા તાળા


મોરબી મહાપાલીકા નો ઘેરાવ કરવા માટે કોંગ્રેસને અંદર જવા ન દેતા પોલીસ સાથે ઘર્ષણ, ભાજપના માજી સભ્યો અને આગેવાનો સાથે અધિકારીઓ ઇલુ ઇલુ કરવાનું બંધ કરે તેવો જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો કટાક્ષ, પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો: જિલ્લા કોંગ્રેસ કિશોરભાઈ ચીખલીયા

મોરબીમાં કોંગ્રેસે દ્વારા આજે પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને મહાપાલિકા કચેરીના ઘેરાવનો કાર્યક્રમ કર્યો છે. જો કે મહાપાલિકાનો ગેટ બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા કોંગ્રેસ આગેવાનો મહાપાલિકા કચેરીમાં પ્રવેશી શક્યા ન હતા. બાદમાં ડેપ્યુટી કમિશનરે 25 આગેવાનોને મ્યુનિસિપલ કમિશનરને મળવા જવા દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે સ્વીકારી 25 આગેવાનો અંદર પ્રવેશ્યા હતા.

બાદમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ શહેરના વિવિધ પ્રશ્નો તેમજ ખરાબ રોડ, પાણી નિકાલની વ્યવસ્થા અને ડીમોલેશનમાં ભેદભાવ સહિતના પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી તેમાં ખાસ કરીને મોરબીના વીસીપરા જેવા છેવાડાના વિસ્તાર છે જ્યાં આજ દિવસ સુધી રોડ રસ્તા લાઈટ પાણી વગેરે જેવી સારી પ્રાથમિક સુવિધાઓ મળી નથી તેવા વિસ્તારોની યાદી આપવામાં આવેલ છે. તેમજ વાડી વિસ્તારની રહેવા માટે બનાવેલ મકાનમાં વીજ કનેક્શન મેળવવા માટે મહાપાલીકામાંથી લોકોને દાખલા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તથા વરસાદી પાણીનો નિકાલ ઉપર કરવામાં આવેલા તમામ ગેરકાયદે દબાણો અને પાર્કિંગ-માર્જિનની જગ્યા વગર કરવામાં આવતા બાંધકામો કોઈપણની શરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

જેના પ્રત્યયોત્તરમાં કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે તેનો વહેલી તકે ઉકેલ લઈ આવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બે દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે ભાજપના માજી સભ્યો અને આગેવાનો સાથે જે રીતે મીટીંગ કરવામાં આવી તે રીતે હવે જયારે પણ મિટિંગ કરવામાં આવે તેમાં કોંગ્રેસના આગેવાનોને મિટિંગ પણ બોલાવવામાં આવે તેવી માંગ કરેલ હતી બિજી બાજુ મોરબી મહાનગરપાલિકા કચેરી ના ઘેરાવના કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના કાર્યકરો ગેટ ઠેકીને મહાનગરપાલિકા અંદર ઘુસી ગયા અંતે પોલીસ દ્વારા તુરંત બહાર મોકલવામાં આવ્યા





