GUJARATJUNAGADH

શાપુર ગામ પાસે આવેલ બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે તારીખ ૦૯ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે

શાપુર ગામ પાસે આવેલ બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે તારીખ ૦૯ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે

શાપુર ગામ પાસે આવેલ પુલ જૂનો અને જર્જરિત થઈ ગયેલ હોય સલામતી માટે આ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ શાપુર ક્રોસિંગ રોડ પર નેશનલ હાઇવેથી શાપુર ગામ તરફ જતા શાપુર ગામ પાસે આવેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તા- બ્રિજ બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે વાડલા- ધણફૂલીયા- શાપુર રોડ અને વાડલા- લુવાસર- શાપુર રોડ નો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૦૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે

Back to top button
error: Content is protected !!