BANASKANTHAGUJARATPALANPUR

જિ. ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી હાજી મહેબુબ રાજે મનસુરી નું સન્માન કરવામાં આવ્યું

15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકા નાનોસણા ના વતની સામાજિક કાર્યકર છેલ્લા અઢી દાયકાથી ભાજપ ના સંનિષ્ઠ કાર્યકર તરીકે સક્રિય જિ.ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી હાજી મહેબુબ રાજે મનસુરી હજયાત્રા પુણૅ કરી વતન પરત આવતાં જિ.ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ એચ.ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય ખાતે હજયાત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું મહામંત્રી લાલાજી ઠાકોર પુવૅ.મહામંત્રી શતિષભાઈ ભોજક, કેશરભાઈ ઉપલાણા મગરવાડા, લક્ષ્મણભાઈ ગુજૅર,સકલાણા સરપંચ કિરણભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.હાજી મહેબુબ રાજે મનસુરી તથા તેમના ધર્મપત્ની સિધ્ધપુર તા. પ્રાથમિક શિક્ષણાધિકારી નફીસા બેન મનસુરી સહ પરિવાર હજયાત્રા કરી વતન પરત આવતાં વડગામ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!