જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણી સહ સ્વચ્છતા પખવાડીયાનો શુભારંભ કરાયો.



સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણી કરાઈ સાથે આ વિભાગના ૧૦ વર્ષ પૂર્ણ થતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી આ કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડીયાનો શુભારંભ કરાયો. તેમજ પ્રશિક્ષકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન કરતા નિયામકશ્રી ઝયનુલ સૈયદે જન શિક્ષણ સંસ્થાનની કામગીરી અને ઉપલબ્ધીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરૂચના લોક લાડીલા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહીત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. તેમજ વડાપ્રધાનશ્રીના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. અતિથિવિશેષ પદેથી ઉપસ્થીત શ્રી દેવાંગભાઈ ઠાકોર પ્રમુખશ્રી બી.ડી.એમ.એ ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અદ્યયતને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતાં અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમને આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરનાં શ્રીમતી કિંજલબેન ચૌહાણ, જેએસએસનાં કારોબારી અધ્યક્ષ શ્રીમતી પ્રિતીબેન દાણી, બીઓએમ સભ્યશ્રી કે.કે.રોહીત વગેરે ઉદઘાટન સત્રમાં ખાસ ઉપસ્થીત રહ્યા હતા. પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા ઈ.ડી.પી ટ્રેનરશ્રી ઋષિભાઈ દવે તથા ડો. નરેંદ્ર પાટડીયા દ્વારા એમપ્લોયબ્લીટી સ્કીલ્સ તેમજ તાલીમાર્થીઓને સ્વનિર્ભરતા તરફ આગળ ધપાવવાના વિવિધ તાલીમલક્ષી પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી પ્રશિક્ષકોને પ્રોત્સાહીત કર્યા હતા અને સંતોષકારક તાલીમ પૂરી પાડી હતી.
કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઈવલીહૂડ કો-ઓર્ડીનેટર શ્રીમતી કિષ્ણાબેન કઠોલીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.




