MORBI:મોરબી સમસ્યાના ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હેલ્પલાઇન સુવિધાનો પ્રારંભ કર્યો




MORBI:મોરબી સમસ્યાના ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હેલ્પલાઇન સુવિધાનો પ્રારંભ કર્યો

આ નંબર પર માત્ર મેસેજ થશે. કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં

પોઝિટિવ મોરબી: 65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન સુવિધાનો પ્રારંભ કર્યો છે. મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રાથમિક સુવિધાની સમસ્યાના નિરાકરણ માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે. જેમા આપની સમસ્યાનો ફોટો, વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન, તમારૂ નામ અને મોબાઈલ નંબર સહિતની તમામ વિગતો મો.8758013433 નંબર ઉપર વોટ્સએપમાં મોકલવાની રહેશે. તમારા દ્વારા મોકલવામાં આવેલ સમસ્યા સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવશે અને શક્ય બને તેટલું વહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સન્નીષ્ઠ પ્રયાસ થશે. આ નંબર પર માત્ર મેસેજ થશે. કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું




