GUJARATJUNAGADH

જૂનાગઢમાં જિલ્લાકક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

જૂનાગઢમાં જિલ્લાકક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

સુબ્રટો મુકરજી સ્પોર્ટસ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રટો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ એક અનોખી ટુર્નામેન્ટ છે, જેમાં ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત ચેમ્પિયન સ્કૂલ ટીમો ભાગ લે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા– ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ગત તારીખ ૧૪/૦૭/૨૦૨૫ થી તારીખ ૧૬/૦૭/૨૦૨૫ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બીલખા રોડ, જૂનાગઢ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ તકે પુંજાભાઈ સિસોદિયા, ચેરમેનશ્રી સેનિટેશન, મહાનગરપાલિકા જૂનાગઢ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી યાદવ, ડો.મગનભાઈ તાળા, અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી રમેશભાઈ રાવલીયા ઉપસ્થિત રહયા હતા અને આ તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ફૂટબોલ સ્પર્ધામાં જૂનાગઢ શહેર અંડર ૧૫ ભાઈઓની કેટેગરીમાં એકલવ્ય ગ્લોબલ સ્કુલ, અંડર ૧૭ ભાઈઓની કેટેગરીમાં એકલવ્ય ગ્લોબલ સ્કુલ, અંડર ૧૭ બહેનોની કેટેગરીમાં ડો.સુભાષ એકેડેમીની ટીમ વિજેતા થયેલ હતી.તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં અંડર ૧૫ ભાઈઓની કેટેગરીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ, અંડર ૧૭ ભાઈઓની કેટેગરીમાં એજ્યુ વર્લ્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ચાપરડા, અંડર ૧૭ બહેનોની કેટેગરીમાં આલ્ફા વિદ્યા સંકુલ વડાલની ટીમ વિજેતા થયેલ હતી. જેઓ રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરોક્ત રાજ્ય કક્ષાની સ્પર્ધાના ૧૫ દિવસ પહેલા આ વિજેતા ટીમ માટે પૂર્વ તાલીમ કેમ્પનું આયોજન થાય તેવી પ્રક્રિયા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીના નિર્દેશ અનુસાર હાથ ધરવામાં આવશે.આ તકે આવી જ રીતે આવનારી સ્પર્ધાઓનું આયોજન થાય અને જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓનું રાજ્ય કક્ષાએ વધુને વધુ પ્રતિનિધિત્વ થાય તેવી મનીષ કુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર વતી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!