GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રોટરીગ્રામ (અ) પ્રા.શાળામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હીમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન

MORBI:રોટરીગ્રામ (અ) પ્રા.શાળામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હીમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન

 

શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના આચાર્ય તેમજ મોરબી જિ.પ્રા. શિ.સંઘના પુર્વ પ્રમુખશ્રી મણિલાલ વી. સરડવા ના પ્રયત્ન થી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા તારીખ:- ૧૭/૦૭/૨૦૨૫ ના રોજ હીમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં કરવામાં આવ્યુ હતું. હાલના સમયમાં બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હીમોગ્લોબિન ની ઉણપથી થતાં રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખીને શાળામાંથી ટોટલ ૫૪ બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હીમોગ્લોબિનની ઊણપ હોય એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે દરેક વિધાર્થીઓ ને રોગો ન આવે તેમજ આવતા રોગોને અટકાવવા વિશે બાળકોને સમજાય તે રીતે રસપ્રદ અને સરળ ભાષામાં પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. દરેક બાળકોનું બ્લડગ્રુપનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી ના પ્રેસિડેન્ટ અંજનાબેન ગઢિયા, સેક્રેટરી ડો.હીનાબેન મોરી તેમજ ડો. પ્રકાશભાઈ વિડજા અને તેમની ટીમ તેમજ શાળા ના શિક્ષક મિત્રો વિનુભાઈ ફેફર, ગજાનનભાઈ આદ્રોજા એ સેવા આપી હતી.

Back to top button
error: Content is protected !!