BANASKANTHAPALANPUR

અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને પોટેન્સિયલ પાકો, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન વિશે માર્ગદર્શિત કરાયા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પાક સુધારણા કેન્દ્ર દ્વારા, અમીરગઢ તાલુકાના દત્તક લીધેલ ચૌહાણગઢ ખાતે પોટેન્સિયલ પાકો, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન વિષયક એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરના આચાર્ય ડો.કે.બી.પટેલ તથા પ્રાધ્યાપક ડો.બી.કે.અસવાર દ્વારા પશુપાલકોને પશુપાલન સંબંધી ટેકનિકલ માર્ગદર્શન અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અંગે માહિતી અપાઈ હતી. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યતા, પશુપાલન, નિદર્શનના સ્ટોલ ઊભા કરાયા હતા. અંદાજે ૩૫૦ ખેડૂતોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણની ઉજવણી કરીને પર્યાવરણ સંદર્ભે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંશોધન નિયામક ડો. સી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોને પાકોની યોગ્ય પસંદગી દ્વારા આવક વધારવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. સહભાગી તરીકે સહ સંશોધન નિયામક ડો. એન.એન. પ્રજાપતિ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.એસ. પટેલ તથા સંશોધન વૈજ્ઞાનિક ડો.એલ.જે.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!