GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રીંછા ગામે ચૂંટણીની અદાવતે વૃદ્ધ અને અન્ય ઈસમો ઉપર હુમલો કરી ધમકીઓ આપતા ચાર સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અડાદરા પાસે આવેલા રીંછા ગામના પટેલ ફળિયામાં રહેતા ૬૮ વર્ષીય બળવંતસિંહ કાભય ભાઈ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથકે આપેલ ફરિયાદ જોતા ગત ૧૫/૦૭ ના રોજ ડેપ્યુટી સરપંચની ચુંટણી હોવાથી ખુરશીઓ અને અન્ય વ્યવસ્થા કરવા તેઓ જતાં હતા ત્યારે પ્રાથમિક શાળા પાસે ફરાસખાના વાળા મુકેશસિંહ મળતા તેઓ વાત કરવા ઊભા હતા ત્યારે અરવિંદસિંહ પ્રભાતસિંહ રાઠોડ જોર જોરથી બૂમો પાડી તુ મને મંદિરમાં શુ બોલ્યો તેમ કહી ચૂંટણીની અદાવત રાખી માં બેન સમાણી ગંદી ગાળો બોલી માર ઝુડ કરવા લાગ્યા હતા અને ગડદા પાટુ નો માર માર્યો જેથી બળવંતસિંહને ડાબા હાથમાં આંગળી મા, કાન ઉપર માર માર્યો હતો છોડાવવા પડનાર મુકેશસિંહ ને પણ માર માર્યો હતો અને કલ્યાણસિંહે વધુ માર મારવાથી છોડાવ્યા હતા આ સમયે રમેશભાઈ પ્રભાતસિંહ રાઠોડ તથા કિરણસિંહ ફતેસિંહ રાઠોડ અને મયુરભાઇ કિરણસિંહ રાઠોડ પણ ભેગા મળીને આવ્યા હતા અને છોડાવવા પડનાર કલ્યાણસિંહ ને ગડદા પાટુ નો માર માર્યો હતો અને કિરણસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદી બળવંતસિંહ ને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાંથી કાનમાં વધુ દુખાવો થતા વડોદરા એસએસજી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી રજા મળતા વેજલપુર પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!