હાલોલની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારનુ નીપજ્યુ મોત,પરિવારજનોએ વળતર માટે કંપની બહાર મૂર્તદેહ લઇ હોબાળો મચાવ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૭.૨૦૨૫
હાલોલ ગોધરા રોડ સ્થિત આદિત્ય બિરલા ઇન્સુલેટર કંપનીના કામદાર નું રહસ્યમય મોત નિપજતા કામદારના પરિવારજનો કંપનીના ગેટ પાસે મૃતક કામદાર ના મૃતદેહ ને લાવી ન્યાયિક વળતર ની માંગણી કરતા હોબાળો મચ્યો હતો.બનાવ ને પગલે પોલીસ દરમ્યાનગી કરી પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ઔધોગિક વિસ્તારમાં ગોધરા રોડ પર આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ના આદિત્ય બિરલા ઇન્સુલેટર યુનિટમાં છેલ્લા ઘણા સમય થી નોકરી કરતા કમલેશભાઈ પટેલ ઉ.વ.55 રહે સુરેલી તા.કાલોલ ના ઓ નિત્યક્રમ પ્રમાણે ગત શનિવાર ના રોજ નોકરી કરવા ગયા હતા. ફરજ દરમ્યાન અચાનક ઢળી પડતા કંપની દ્વવારા તાત્કાલિક હાલોલ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. જેને લઇ મૃતક કામદાર કમલેશ પટેલ ના પરિવારજનો એ તે મૃતદેહ આજે કંપનીના ગેટ પાસે મૂકી દઈ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે કંપની સંચાલકો એ કમલેશ ની સારવાર માટે યોગ્ય સુવિધા સમયસર ઉપલબ્ધ ન કરતા તેનું મોત નીપજ્યું છે.જેથી તેના પરિવાર ને ન્યાયિક વળતર અને જવાબદારી નિર્ધારણની માંગ કરી કરી હતી.જેને લઇ કંપનીના ગેટ પાસે લોકટોળા જામી ગયા હતા કંપની સંચાલકોએ પોલીસ ને જાણ કરતા હાલોલ ટાઉન પોલીસ મથક ના પીઆઇ સહીત પોલીસ કર્મી કંપની ખાતે દોડી આવ્યા હતા.હાલોલ ટાઉન પોલીસ મથક ના પીઆઇ કે એ ચૌધરી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અથાગ પ્રયાસ અને પ્રાથમિક તપાસ બાદ પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતક કામદાર ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.









