નવસારી જિલ્લાના પ્રભારી સચિવશ્રી આર્દ્રા આગ્રવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
નવસારી
સચિવશ્રીએ જિલ્લાની વિવિધ કામગીરીઓ અને વિકાસ કામો વિશે ઝીણવટભરી માહિતી મેળવી સંલગ્ન વિભાગોના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં
જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા કલેકટરશ્રી, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આજ રોજ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી આર્દ્રા અગરવાલના અધ્યક્ષસ્થાને નવસારી શહેર-જિલ્લામાં પ્રવર્તમાન મોન્સૂનની કામગીરી અને સલામતી પગલાઓ, રોડ રસ્તા સહિતની જિલ્લાની માળખાગત સુવિધાઓ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નો અને રજૂઆતો તથા જિલ્લાનાં વિવિધ વિકાસ કામો વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સચિવશ્રીએ જિલ્લાની વિવિધ કામગીરીઓ અને વિકાસ કામો વિશે ઝીણવટભરી માહિતી મેળવી સંલગ્ન વિભાગોના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તથા મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા અને શહેર હેઠળની વિવિધ કામગીરીઓ, ભવિષ્યના આયોજનો તથા તૈયારીઓ વિશે સવિસ્તાર માહિતીથી સચિવશ્રીને અવગત કર્યા હતા.
આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય, અધિક કલેકટરશ્રી વાય બી ઝાલા, નવસારી, ચીખલી અને વાંસદા પ્રાંત અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.