દાહોદ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ખાતે ત્રણ જિલ્લા ના નવનિયુક્ત સરપંચ એનો સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો
AJAY SANSIJuly 27, 2025Last Updated: July 27, 2025
4 2 minutes read
તા.૨૭.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ખાતે ત્રણ જિલ્લા ના નવનિયુક્ત સરપંચ એનો સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો મોટી સંખ્યા મા સરપંચઓ હાજર રહ્યા
તારીખ 27 જુલાઈ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મીટીંગ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર માં ચુટાયેલા સરપંચઓને સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો,કાર્યક્રમની શરૂઆત ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી, નમન કરી કરવામાં આવી ત્યારબાદ ભવનના મંત્રી સી.આર.સંગાડા દ્વારા આવેલ મહેમાનો અને નવિન સરપંચોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વર્ષ દરમિયાન કરેલી ભવનની પ્રવૃત્તિઓ,આર્થિક બાબતો, સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિ ની માહિતી આપવામાં આવી, તેઓએ જણાવ્યું હતું કે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ ખૂબ સારા, સમાજ ને નવી ઉર્જા પૂરી પાડે તેવા કાર્યક્રમ લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાઓની સાથે ગ્રામ પંચાયતને વહીવટ ને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું પંચાયત ધારો, પંચાયતી રાજ,પંચાયતની યોજનાઓ વિષયને લઈ ખુબ ઊંડાણ પૂર્વક, વિસ્તૃત માહિતી આપવા મા આવી રોડ રસ્તા, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ગ્રામ જ્યોતિ યોજના, વીજળી, સફાઈ, એ.ટી.વી.ટી.ના કામો, જિલ્લા આયોજન મંડળના કામો,ટ્રાયબ સબ પ્લાન યોજનાઓ,ગ્રામ કુટીર, તીર્થગામ,ગૌચર,પડતર જમીન, જિલ્લા મંડળની ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટ, મા ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ, મનરેગા યોજના, બોર્ડર વિલેજ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,ડી આર ડી એ ના કામો, પ્રાથમિક સુવિધા, ખૂટતી કડી, ફોરેસ્ટવિભાગ વન કુટીર યોજના, ગામમાં વૃક્ષારોપણ, જમીન ને લગતા રેવન્યુ રેકોર્ડ અંગેના પ્રશ્નો, આરોગ્ય વિષયક બાબતો, શિક્ષણ ની સુવિધા,વિવિધ કચેરી ઓ સાથે સંકલન કેવી રીતે કરવું, પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટનું અગ્રિમતા આપી સદુપયોગ કેવી રીતે કરવો ગ્રામમાં નાનામાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કરવું એ બાબતનું માર્ગદર્શનની સાથે નાનામાં નાના વંચિત થી વિકાસ વ્યક્તિનું કામ કેવી રીતે કરવું એ બાબતો ની ખુલ્લા મને ચર્ચા કરવા મા આવી, સાથે જ માહિતી અધિકાર અધિનિયમ, ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે પણ વિસ્તૃત ચર્ચા પ્રવીણભાઈ પારગી દ્વારા અને ગૌતમભાઈ વાળવાઈ દ્વારા કરવામાં આવી આ અંગે લડત આપવા માટે સૌનો સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી આ સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચો પણ સાંભળવામાં આવ્યા હતા તે પણ પોતાની પડતી મુશ્કેલી ની વાત કરી ગામના વિકાસમાં પૂરતો પોતાનો શક્તિ અને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી ગામના મોટા પ્રાણ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી તે પ્રશ્નો ઉકેલવા માટે જણાવ્યું.ગામ લોકોને નાના નાના ઝઘડાઓથી દૂર રહેવા ,સમાજમાં એકરૂપતા આવે સંપ ભાવના કેળવાય લોકો નિર્વેશની બની રહેવા તથા સમાજને ન્યાય આપવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત આઈ એ એસ. આર.એસ.નિનામા, બી.બી વહોનિયા નિવૃત્તિ આઈ એ એસ અધિકારી ની સાથે.પૂર્વ પ્રમુખ શીતલબેન, ભવન ના અધ્યક્ષ કે.આર ડામોર.ડૉ અનિલ બારીયા, રૂપેશ ભાઈ ગરોડ. ફતેસિંહ ભાઈ વહોનિયા સહીત મોટી સંખ્યા મા આગેવાનો અને લોકો જોડાયા હતા અને આગામી સમય મા મોટા કાર્યક્રમ કરશુ તેમ જણાવી ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSIJuly 27, 2025Last Updated: July 27, 2025