DAHODGUJARAT

દાહોદ ICDS શાખા ઘટક-૧ ના બાવકા-૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ ખાર્તમુર્હત કરાયું 

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ICDS શાખા ઘટક-૧ ના બાવકા-૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ ખાર્તમુર્હત કરાયું

આજ રોજ તારીખ ૨૮.૦૭.૨૦૨૫ સોમવારના રોજ આઈ.સી.ડી.એસ શાખા દાહોદ ઘટક-૧ બાવકા ગામમાં બાવકા-૩ આંગણવાડીના નવીન મકાન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ તાલુકા સભ્ય જયેશકુમાર પરમાર,બાળ વિકાસ યોજના અધિકારી અને આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ કહ્યું હતું કે, આંગણવાડી મકાનનું નિર્માણ પ્રધાનમંત્રી આદિઆદર્શ ગ્રામ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક તેમજ પોષણ સેવાઓ મળે તેવો આશય છે. નવા મકાનથી બાવકા ગામના નાનકડા ભુલકાઓને વધુ સારી અને સુવિધાસભર જગ્યા મળશે. નવ નિર્મિત મકાન બાળકોના વિકાસ માટે ઉપયોગી સાબિત થશે

Back to top button
error: Content is protected !!