કાલોલ શ્રીરામ રોટી સેવા મંડળ દ્વારા લોક ઉપયોગી સેવાનું સરાહનીય કાર્ય, ડેડબોડી ફીઝર બોક્સ લોકસેવા માટે અર્પણ કરાયું.

તારીખ ૦૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં ઘણા વર્ષોથી લોકસેવા માટે કાર્યરત શ્રીરામ રોટી સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કાલોલ શહેર તેમજ તાલુકા માટે ડેડ બોડી ફ્રીઝર બોક્સ લોકસેવા માટે અર્પણ કરી હાલમાં એન.એમ.જી હોસ્પિટલમાં મૂકવામાં આવેલ છે. શ્રીરામ રોટી સેવા મંડળ દ્વારા શહેરમાં પ્રથમવાર ડેડ બોડી ફ્રીઝર બોક્સ વસાવીને એક પ્રકારની જરૂરી લોકસેવા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને જે પણ પરિવારમાં કોઈ કુદરતી કે આકસ્મિક સંજોગોમાં સ્વજનના મૃત્યુ પછી નિકટના પરિવારજનો દૂર કે વિદેશમાં હોય ત્યારે અંતિમ સંસ્કાર પહેલાં કે પછી ધાર્મિકવિધિને અનુરૂપ અંતિમ દર્શન માટે બે ત્રણ દિવસનો સમય જરૂરી હોય ત્યારે ડેડબોડી ફ્રીજર બોક્સનો ઉપયોગ આવશ્યક બની જાય છે. આમ નિકટના પરિવારજનો દેશ વિદેશથી આવે ત્યાં સુધી બે ત્રણ દિવસ સુધી મૃતદેહને સાચવી શકાય તેવી આ લોકઉપયોગી સેવાનું સરાહનીય પગલું ભર્યું છે. જેથી કાલોલ શહેર કે તાલુકા વિસ્તારમાં ડેડ બોડી ફીઝર બોક્સ માટેની જરૂરિયાત ઉભી થાય ત્યારે શ્રીરામ રોટી સેવા મંડળ કાલોલના સભ્યોનો સંપર્ક કરવા માટે આવકાર્ય રાખ્યું છે.હાલ આ ડેડબોડી ફ્રીજર એન.એમ.જી હોસ્પિટલ કાલોલ ખાતે મૂકવામાં આવેલ છે.





