GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે મહેલોલ ચોકડી પાસેથી અકસ્માત ગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂ બિયરનો ત્રણ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો.

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ગામની મહેલોલ ચોકડી નજીક બ્રેઝા કાર નું આગલુ ટાયર ફાટી જતા દારૂ બીયર ના જથ્થાવાળી બ્રેઝા કાર મુકી ચાલક થયો હતો ફરાર જેમાં કુલ રૂ 8.29 લાખનો મુદ્દામાલ વેજલપુર પોલીસે કબજે કરી ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો છે.વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ગઢવી ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને માહિતી મળી કે વેજલપુર મહેલોલ ચોકડી પાસે વેજલપુર તરફ ગોધરા વડોદરા હાઈવે તરફ એક લાલ કલરની બ્રેઝા કાર અકસ્માત થયેલ હાલતમાં ઉભેલ છે જે આધારે પોલીસે તપાસ કરતા જીજે ૧૮ ઈએ ૦૬૫૦ નંબરની લાલ કલરની બ્રેઝા કાર જેનું આગળનું જમણી બાજુનુ ટાયર ફાટી ગયેલ હતુ અને આગળના ભાગે અકસ્માત થયેલ હોવાનું જણાયેલ ગાડીની અંદર કોઈ બેસેલુ જોવા મળ્યું ન હતું ગાડીની પાછલી સીટ અને ડિકી ના ભાગે કાળુ કપડું ઓઢાઢેલ જોવા મળ્યા જે કપડું હટાવી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ જોવા મળ્યા હતા જેથી પોલીસે ક્રેન મંગાવી કાર વેજલપુર પોલીસ સ્ટેશનમાં લાવી જોતા કારમાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કાચના ક્વાટર નંગ ૧૧૫૨ રૂ ૨,૨૩,૪૮૮/ તથા બિયરના ટીન નંગ ૪૮૦ રૂ ૧,૦૫,૬૦૦/ કુલ મળીને રૂ ૩,૨૯,૦૮૮/ નો દારૂ બીયર નો જથ્થો તેમજ કાર રૂ ૫,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૮,૨૯,૦૮૮/ નો પ્રોહી મુદામાલ કબજે કરી પ્રતિબંધિત વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર કરી કારનું ટાયર ફાટતા ગાડી મૂકી ભાગી જનાર કાર ચાલક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!