
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૦૪ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા દ્વારા વિદાયમાન થતાં TPEO શ્રી આર.ડી. મહેશ્વરીને ભગવદ્ ગીતાનું પુસ્તક આપી અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ અંજાર તાલુકાના નવા TPEO શ્રી તરીકે ગૌતમભાઈ જોશી જિલ્લા કેળવણી નિરીક્ષક દુધઈ બીટને ચાર્જ મળતા ભગવદ્ ગીતાનું પુસ્તક આપી અને શાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, તાલુકાના અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ,મહામંત્રીશ્રી પિયુષભાઈ ડાંગર, સંગઠન મંત્રીશ્રી ભરતભાઈ પારુમલાણી, વરીષ્ઠ ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ વણકર અને વિપુલભાઈ ત્રિવેદી, આંતરિક ઓડિટર રોહિતભાઈ રાજગોર અને સહ ઓડિટર કમલેશભાઈ નાઈ સહિતના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા તેઓ જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.





