
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના ટાંડા ગામેથી બોગસ તબીબ ઝડપાયો ઇડર સવગઢ ગામનો બીએ સુધી અભ્યાસ કરેલો શખ્સ ડોક્ટર બની રહેણાંકના મકાનમાં દવાખાનુ ચલાવતો હતો,SOG એ ઝડપી પાડ્યો
મેઘરજના ટાંડા ગામેથી બોગસ તબીબ જડપી પાડ્યો
મેઘરજના ટાંડા ગામે રહેણાંકના મકાનમાં કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર ર્ડોક્ટરનુ રૂપ ધારણ કરી દર્દીઓની તપાસ કરી એલોપેથીક દવાઓ થી સારવાર કરતા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબને જીલ્લા પોલીસે બાતમીના આધારે રેડ કરી જડપી પાડ્યોછે

જીલ્લા પોલીસ ખાનગી વાહન માં ઈસરી પો લીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા જીવણપુર ટાંડા ગામે આવતાં બાતમીદાર મારફતે પોલીસને બાતમી મળેલ કે જીવણપુર ટાંડા ગામે અશોકકુમાર વણજારા નામનો શખ્સ કોઇપણ જાતની ડોકટર ડીગ્રી વગર જીવણપુર ટાંડા ગામે દર્દીઓની સારવાર કરી ગેર કાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરે છે અને હાલ જીવણપુર ટાંડા ગામે પોતાના ઘરમાં મેડીકલ પ્રેક્ટીસ કરે છે. જે બાતમીના આધારે પોલીસે મેડીકલ ઓફિસર સાથે રાખી બાતમીના સ્થળે રેડ કરતાં એક શખ્સ ગળામાં સ્ટેથોસ્કોપ લગાડી ખુરશીમાં બેઠેલ હો ઇ જેને મેડીકલ ઓફીસરે નામ-ઠામ પુછતાં પોતે પોતાનુ નામ અશોકકુમાર હોવાનુ જણાવતા હોઇ અને પોતે છેલ્લા ચારેક વર્ષથી જીવણપુર ટાંડા ખાતે તેઓ ના ઘરે આવતા દર્દીઓની મેડીકલ સારવાર કરતા હોવાનુ જણાવતા હોઈ જેથી મેડીકલ ઓફીસર એ અશોક પાસે ડોકટરની પ્રેકટીસ કરવા બાબતેના કોઇપણ ડોકટરી સર્ટીફીકેટ અથવા બીજો કોઇ આધાર હોય તો તે રજુ કરવા જણાવતા તેણે પોતાની પાસે કોઇપણ પ્રકારની મેડીકલ ડોક્ટરની ડીગ્રી નહીં હોવાનુ જણાવેલ અને પોતે એમ. એ સુધી અભ્યાસ કરેલ હોવાનુ જણાવેલ જેથી પોતે કોઈપણ જાતની મેડીકલ ડોક્ટરની ડીગ્રી કે સર્ટીફિકેટ વગર માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા-જુદા રોગના દર્દીઓને તપાસી ગે.કા.રીતે તેઓને એલોપેથીક દવાઓ આપી સારવાર કરતો હોવાનુ પંચો રૂબરૂ જણાઇ આવેલ જેથી અશોક પાસેના થેલામાં રાખેલ એલોપેથીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો .અશોક ઘરમાંથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા સાધનો મળી કુલ રૂપિયા.૫,૬૧૬ નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે અશોક વણજારા રહે.જીવણપુર ટાંડા તા.મેઘરજ જી.અરવલ્લી મુળ રહે.સવગઢ છાવણી તા.ઇડર જી.સાબરકાંઠા ને જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી





