વેજલપુર ગામના ઐતિહાસિક મંદિરે જવાના માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાતાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ તેમજ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો.
તારીખ ૦૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ઐતિહાસિક મંદિર જવાના માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાય છે જેથી દર્શન કરવા આવતા લોકો હેરાન પરેશાન વેજલપુર ગામનો ઐતિહાસિક ગણાતું વેજનાથ મહાદેવ મંદિર ખેડા ફળિયા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પુરાણુ વૈજનાથ મોટા મહાદેવ મંદિરના નામથી જાણીતું છે અને હાલ થોડા સમય પહેલા મનરેગા યોજના હેઠળ રોડ રસ્તો બનાવવામાં આવ્યો હતો જે ગામની સ્થાપના થયા પછી પ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો જેથી કોઈપણ જાતનું લેવલિંગ કર્યા વગર રોડ ની કામગીરી કરવામાં આવી હોવાથી વરસાદી પાણી નો યોગ્ય નિકાલ થતો નહોવાથી મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ તેમજ ગામ જનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈને શ્રધ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોમા શ્રધ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. ત્યારે મહાદેવ મંદિરે આગળ વરસાદી પાણીમા થઈને જવુ પડે છે હાલ થોડા સમય પહેલા મનરેગા યોજના હેઠળ હાઈવે થી મહાદેવ મંદિર થઈ નદી સુધી બનેલ રોડ તૂટી મસ મોટા ખાડા.પડી રોડ નું ધોવાણ થયું હોવાથી ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે જેથી ગામજનો ની માંગ ઉઠી છે તંત્ર દ્વારા તપાસ કરી જે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં માંગ ઉઠી છે હાલ સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચાર ની તપાસ ટિમો દ્વારા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેથી પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની તપાસ જરૂરી બની છે જેથી તંત્ર દ્વારા તપાસ થશે ખરી કે પછી દિવા તળે અંધારૂ રહેશે તે જોવાનું રહયું.