GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતરના ઢાંકી પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો.

તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઢાંકી પાસે આવેલ સાત નાળાના સાયફનમાંથી અજાણયા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે લખતરમાં ઢાંકી પાસે આવેલ સાતનાળા પાસે વારંવાર મૃતદેહો મળી આવે છે ત્યારે પોલીસે વધુ સજાગ રહેવાની જરૂર છે કેનાલમાં મૃતદેહ તરતો હોવાની જાણ લખતર પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર ફાયર ફાઇટર ટીમની મદદ લેવામાં આવી હતી પોલીસએ મૃતદેહનો કબઝો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી ફોરેન્સિક માટે રાજકોટ ખાતે ખસેડવામા આવેલ છે લખતર તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાં વારંવાર મૃતદેહો મળી આવતા હોય છે ત્યારે ગઈકાલે ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક આવેલ સાતનાળા પાસેના સાઈફનમાં અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતક પુરુષે કાળા કલરનું પેન્ટ, ગુલાબી કલરનો કાળા કલરની ટપકી વાળો શર્ટ અને કેડમાં બેલ્ટ પહેરેલું હોવાનું સામે આવ્યું હતું પોલીસે અજાણ્યા પુરૂષની ઓળખાણ અને તમામ ઘટનાની માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે કેનાલમાં મૃતદેહ હોવાની જાણ લખતર પોલીસને થતાં હે.કો વી.એસ ભુવત્રા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પોલીસએ મૃતદેહનો કબઝો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી પોસ્ટમોર્ટમ અર્થે ફોરેન્સિક માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!