અમેરિકાના ન્યુ જર્સીના સિકોક્સ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૨૪ મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક દબદબાભેર ઉજવાયો.

તારીખ ૦૬/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના શ્રી સ્વામિનારાયણ મંદિર અને કલચરલ સેન્ટર એવા ન્યુ જર્સીના સિકોક્સ ખાતે ૨૪ મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવમાં મહાપુજા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, ભવ્ય અન્નકૂટ, આરતી ઉત્સવ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવાયો હતો.શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકોકસના ૨૪ મા પાટોત્સવ પ્રસંગે મોટીસંખ્યામાં મહાનુભાવો ખાસ પધાર્યા હતા.મહંત સદૂગુર શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ અમેરિકા સત્સંગ વિચરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે લ્યુઈસવિલ, કંટકી ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન હરિભક્તો, સંતવૃંદના ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે કર્યું હતું.વધુમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતવૃંદ સહિતે ઓકાલા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ, જ્યોર્જિયા, ઈન્ડિયાના પોલિસ. શિકાગો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૪ મો પાટોત્સવ, ઓહાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, ડેલાવર મંદિરનો પાટોત્સવ, પેન્સીલવેનીયા, હોર્સ હેડ, ન્યુ યોર્ક, કનેક્ટીકટ,પીસકેટાવે વિગેરે સ્થાનોએ આદિ અનેક સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ હતી.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય હોય જેથી તે સત્સંગમાં કાયમ માટે જોતરાઈ રહે.શ્રી સ્વામિનારાય સિદ્ધાંત સજીવન મંડળ, સિકોક્સના પ્રમુખ તથા મંડળના હોદ્દેદારોએ તથા હરિભક્તોના સમૂહે મહોત્સવને શોભાવ્યો હતો.






