વેજલપુર ઉર્દૂ પ્રાથમિક શાળામાં લોક શાહી ઢબે બાળ સસંદ ની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
તારીખ ૧૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર ખાતે આવેલ ઉર્દૂ પ્રાથમિક શાળા માં ચૂંટણી યોજાઈ તમામ વિદ્યાર્થીની ઓમાં ઉત્સાહ અને આનંદ નો માહોલ જોવા મળ્યો આજના આ ટેકનોલોજીકલ યુગમાં આધુનિક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને વેજલપુર ઉર્દૂ પ્રાથમિક શાળામાં લોક શાહી ઢબે EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) તરીકે ટેબ્લેટનો ઉપયોગ કરીને મતદાન કરાવવામાં આવ્યું લોકશાહી શાસનમાં ચાલતી મતદાન પ્રક્રિયાની બાળકોને સમજણ ઊભી થાય તથા બાળકો પોતાના પસંદના ઉમેદવારને ચુટી શકે તે માટે શાળા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવી હતી લોકશાહી પર્વ અને વિજેતાઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાળામાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. બાળકોએ તેમના નેતાઓને પસંદ કરવા માટે ગંભીરતાપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ માત્ર એક ચૂંટણી નહોતી, પરંતુ બાળકોને લોકશાહીના સિદ્ધાંતોનું વ્યવહારિક જ્ઞાન આપવાનો એક પ્રયાસ હતો.આખરે, આ ચૂંટણીના અંતે વિજેતાઓ તરીકે ફૈઝાન ઇમરાન કડવા તેમજ મેહજબીન મોહસીન પાડવા ની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજેતાઓએ બાળ સંસદના સભ્યો તરીકેની જવાબદારી સ્વીકારી હતી .આ સમગ્ર આયોજન માં શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષક સ્ટાફ સહભાગી થયા હતા.