BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી 9 જુગારીયાઓને 28.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ, દક્ષેશ અમૃત પ્રજાપતિ, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ, યોગેશ સીતારામ લીંબાલકર, ભદ્રેશ અનિલ પટેલ, અંકુર શાંતિ પટેલ અને વિજય રણજિત પરમાર, ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



