BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 81 મી વાર્ષિક સાધારણ સભા તથા કમ્પ્યુટર લેબ અને બોરવેલ અનાવરણ કાર્યક્રમ યોજાયો

11 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરની સને 2024-25 ના વર્ષની 81 મી વાર્ષિક સાધારણ સભા તથા કમ્પ્યુટર લેબ અને બોરવેલ અનાવરણ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમની શુભ શરૂઆત આજના મુખ્ય મહેમાનશ્રી અને દાતાશ્રી કનુભાઈ ચૌધરી (ડિરેક્ટરશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા તથા બિલ્ડર, પ્રમુખ ગૃપ, ગાંધીનગર) અને દાતાશ્રી વરુણભાઈ રણછોડભાઈ ચૌધરી (ચરાડા) ના વરદ્દહસ્તે *કમ્પ્યુટર લેબ* (સ્વ. મોહનભાઈ વેલજીભાઈ ચૌધરી ના સ્મરણાર્થે) અનાવરણ કરવામાં આવ્યું. તથા બોરવેલના દાતાશ્રી તુષારભાઈ એન.ચૌધરી તથા તેમના માતૃશ્રી ગં.સ્વ.સમુબેન એન.ચૌધરીના વરદ્દહસ્તે *બોરવેલ* (ગં.સ્વ. સમુબેન નારાયણભાઈ ચૌધરીના સ્મરણાર્થે) નું અનાવરણ કરવામાં આવ્યું.
ત્યારબાદ શ્રી માનસિંહભાઈ પૃ.પટેલ પ્રાર્થના ભવનમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીની અધ્યક્ષતામાં 81 મી વાર્ષિક સાધારણ સભા મળી. આ સાધારણ સભામાં કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી.ચૌધરી દ્વારા મહેમાનશ્રીઓ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય કેળવવામાં આવ્યો. તથા હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓનું બુકે અને સાલથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યસૂચિ પ્રમાણે કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી દ્વારા ગત સાધારણ સભાની મીટીંગની કાર્યવાહી તથા કારોબારી સમિતિએ કરેલ કાર્યવાહી વંચાણમાં લઈ બહાલ રાખવામાં આવી. સહમંત્રીશ્રી રામજીભાઈ ચૌધરી દ્વારા સને 2024–25 ના વર્ષના મંડળ, શાળા, કોલેજ અને છાત્રાલયના હિસાબો તથા સને 2024-25 નો ઓડીટ મેમો વગેરે વંચાણમાં લેવામાં આવ્યા અને સને 2025-26 ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું તથા તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી દ્વારા પ્રગતિ ભવન અને કન્યા છાત્રાલયના થયેલ બાંધકામની સમીક્ષા કરવામાં આવી અને નવીન કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત અંગે ઉપસ્થિત હોદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીઓ સાથે ચર્ચા– વિચારણા કરવામાં આવી. શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલની પ્રગતિ અને સિધ્ધિઓનો શૈક્ષણિક અહેવાલ રજૂ કર્યો. આ સાથે અમૃત મહોત્સવના અધ્યક્ષ મા.શ્રી વિપુલભાઈ ચૌધરી(પૂર્વ ગૃહમંત્રી, ગુ.રા. તથા પૂર્વ ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા) ના માર્ગદર્શન અને પ્રેરણાથી કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી દ્વારા સમાજસેવી, ગાંધીવાદી, પશુપાલકોના હૃદય સમ્રાટ તથા શિક્ષણપ્રેમી સ્વ.મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી (પૂર્વ ચેરમેન, દૂધસાગર ડેરી, મહેસાણા) ના નામે કુમાર છાત્રાલયનું નામકરણ કરવા ઠરાવ રજૂ કરવામાં આવ્યો. જેને શ્રી બેચરભાઈ ચૌધરી (ઈન્દ્રપુરા) તથા છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી દ્વારા ટેકો આપવામાં આવ્યો અને ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, શ્રેષ્ઠીઓ એ તાળીઓના ગડગડાટથી વધાવી તથા હાથ ઊંચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો.
પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવશ્રી કનુભાઈ ચૌધરી અને તરુણભાઈ ચૌધરીએ સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની મહત્વની ભૂમિકા તથા તેની વિશેષતાઓને યાદ કરી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓની અથાગ મહેનત અને નવીન ભવનો માટે ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં મંત્રીશ્રી જે.ડી.ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને સૌએ સાથે સ્વરુચિ ભોજન લીધું હતું.

Back to top button
error: Content is protected !!