DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે યોજાઇ તાલીમ

તા.૧૩.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે યોજાઇ તાલીમ

દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં પાકમાં ઉપયોગી તમામ ઉત્પાદનો જેવા કે બિયારણ, ખાતર, દવાઓ વગેરે ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ અંગે કૃષિ સખી, CRP બહેનોએ , આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓએ ખેડૂતમિત્રોને જણાવ્યુ કે, ઘરે જ પાકમાં ઉપયોગી તમામ વસ્તુ બનાવવામાં આવે તો ખેડૂતને બજારમાં ખાતર દવા માટે રૂપીયા ખર્ચવાની જરૂર નથી. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે તે અંગે માહિતી આપી હતી તાલીમમાં કૃષિ સખી/ CRP બહેનોએ અને આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવતા શીખવાડ્યું હતું. સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા

Back to top button
error: Content is protected !!