BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટ ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટ ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા કોર્ટના નવનિયુક્ત સિનિયર સિવિલ જજ તથા ચીફ. જ્યુ. મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિય ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

 

 

 

ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટ ખાતે ૭૮ માં સ્વાતંત્ર દિવસ અંગેનો ધ્વજવંદનનો કાર્યક્રમ ઝઘડિયા કોર્ટના નવનિયુક્ત સિનિયર સિવિલ જજ તથા ચીફ. જ્યુ. મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિય તથા એડિશનલ સિવિલ જજ અને જ્યુ. ફ. ક. મેજિસ્ટ્રેટ. જે.એસ. રાઠોડ ના સાનિધ્યમાં રાખવામાં આવેલ જેમાં ઝઘડિયા કોર્ટના વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, માજી પ્રમુખશ્રી દિલીપસિંહ નકુમ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, રણજીતભાઈ બારીયા, અરૂણભાઇ ચૌહાણ, મુકેશભાઈ વસાવા, સજ્જાદભાઇ શેખ વગેરે ઉપસ્થિત રહયા હતા તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બનાવતા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, સ્કૂલના બાળકો તેમજ ઝઘડિયા કોર્ટ ખાતે ફરજ બજાવતા તમામ સ્ટાફ ના કર્મચારીઓ હાજર રહી આજના આ ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં સિનિયર સિવિલ જજ તથા ચીફ. જ્યુ. મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિય તમામને સ્વાતંત્ર દિનની શુભકામના પાઠવી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!