ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ માં ખાતર માટે લાગી લાંબી લાઈનો, મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં : યુરિયા ખાતર માટે વહેલી સવારથી પડાપડી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ માં ખાતર માટે લાગી લાંબી લાઈનો, મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં : યુરિયા ખાતર માટે વહેલી સવારથી પડાપડી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે બેકાબૂ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તાલુકાના મુખ્ય ખાતર ડેપો આગળ વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખાતર મેળવવા માટે પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઈનમાં ઉભી રહી હતી.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી ખાતર મેળવવા માટે ડેપો આગળ ધક્કામુક્કીનો માહોલ સર્જાયો છે. જરૂરી ખાતર ન મળતાં ખેડૂતોને વાવેતર અને પાક સંભાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીના સમયગાળામાં ખાતર જરૂરી હોવાથી ખેડૂતોને ભારે ચિંતાનો માહોલ છે.

ખાતરની અછતના કારણે ખેડૂતો રોજિંદા કામકાજ છોડીને વહેલી સવારથી જ ડેપો આગળ લાઈન લગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે પૂરતું સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી તેમને કલાકો સુધી ઊભા રહીને પણ ખાતર હાથ લાગી રહ્યું નથી.ખાતરની અછતને કારણે ખેતીકામમાં વિલંબ થવાનો ભય ખેડૂતોમાં વ્યાપી રહ્યો છે. હવે ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!