કાલોલ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે ભારે કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ફેલાવવાની દહેશત.

તારીખ ૨૧/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા સમાવિષ્ઠ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે અનિયમિત સાફસફાઇ અને ગંદકીને લઇ અનેક પ્રકારની મચ્છર જન્ય રોગોની બીમારીઓનો ખતરો ઉભો છે ત્યારે કાશીમાબાદ સોસાયટી,શબનમ સોસાયટી તથા આશીયાના સોસાયટી સહિત કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી ના વાલ પાસેના આજુબાજુમાં ભારે કચરો હોય ગંદકીને કારણે મચ્છર જન્ય જીવલેણ બીમારી સર્જે તેવા સંજોગોમાં પણ ગંદકી ની સાફસફાઇ કરવામાં આવતી નથી અને જેને લઇ ચોમાસામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તબીબી સૂત્રો અનુસાર આ મચ્છરો કરડવાથી અને માખી ઉપદ્રવથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે જે ગંદકી સાથે પાણીમાં મચ્છરો તેમાં પેદા થાય છે.ત્યારે સ્થાનિક રહીશોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં પણ સાફસફાઈની કાર્યવાહી કરવામાં આવી નથી તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે ત્યારે ભડીયાદરા પીરની દરગાહ પાસે નગરપાલિકાની પાણીની ટાંકી નીચે ભારે ગંદકી છે ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે જેથી કરીને મચ્છરો અને માખી નું ઉપદ્રવ અટકે તેના માટે જવાબદાર તંત્ર સ્થળની મુલાકાત લઇ દવાનું છંટકાવ કરાવી ગંદકી દૂર કરવા માટે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.







