ANANDANAND CITY / TALUKOGUJARAT

ઉમરેઠના અરડી ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણ અંગે બે દિવસીય તાલીમ યોજાઇ

ઉમરેઠના અરડી ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણ અંગે બે દિવસીય તાલીમ યોજાઇ

તાહિર મેમણ – આણંદ – 05/08/2024- નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા ઉમરેઠ તાલુકાના અરડી ગામે મહિલાઓ વૃત્તિકા મેળવી આત્મનિર્ભર બને તેવા મહિલા સશક્તિકરણના હેતુથી ફળ અને શાકભાજી પરિરક્ષણની બે દિવસીય તાલીમ યોજાઇ હતી.

આ તાલીમમાં કિચન કેનીંગ યોજના હેઠળ કુલ ૩૨ જેટલી મહિલા તાલીમાર્થીઓને વિવિધ વાનગીઓની બનાવટ શીખવવામાં આવી હતી અને તાલીમ દરમિયાન મહિલા તાલીમાર્થીઓને પ્રતિદિન રૂપિયા ૨૫૦ સ્ટાઇપેન્ડ્ તથા તાલીમના અંતે મહિલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તાલીમના પ્રથમ દિવસે મહિલાઓને ગુલકંદ, રોઝ સીરમ, પપૈયા જામ, કેળાના છાલની સેવ અને વરીયાળી પ્રીમિક્ષ તથા બીજા દિવસે ટામેટાની ચટણી, ટામેટા કેચપ, લસણની ચટણી અને બટાટાની જલેબી જેવી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે બાગાયત અધિકારી ડૉ.હિતેષ ઠાકરીયાએ કિચન કેનીંગ યોજનાના હેતુ વિશે જણાવ્યું હતું કે આ યોજના મહિલાઓને ફળ અને શાકભાજીઓમાંથી બનતી વિવિધ વાનગીઓ તેમજ બનાવટો કેવી રીતે બનાવી શકાય તે અંગે તાલીમ આપીને મહિલાઓના સશક્તિકરણ પર ભાર આપવામાં આવે છે.

આ તાલીમમાં જોડાયેલી મહિલા તાલીમાર્થીઓ આગામી સમયમાં ફળ અને શાકભાજીમાંથી બનતી મૂલ્યવર્ધિત પોષણયુક્ત બનાવટો બનાવી ગૃહ ઉદ્યોગ થકી પોતાની આવક મેળવી શકશે અને પોતાના પરિવારજનોને તથા સમાજને ઉપયોગી બનશે તેમ નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઈ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!