RAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પ્રગતિનો ઉત્સવ : કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બાળકીઓના કંકુ પગલાં કરાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યા

તા.૨૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકાના સાયપર અને કુવાડવામાં “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ” અંતર્ગત લાગણીસભર માહોલમાં બાળકોનો પ્રવેશ મહોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડીની નાની-નાની બાળકીઓના કંકુ પગલાં કરાવીને તેમનો મંગલ પ્રવેશ કરાવ્યો હતો. તેમજ મંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરો સાથે સંવાદ સાધીને બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું.





